સ્વચ્છતા સર્વેક્ષણ 2021ના ભાગરૂપે લોકોમાં જાગૃતિ લાવવા પાલિકાની પહેલ મોરબી : સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણની કાર્યવાહી દર વર્ષે કરવામાં આવતી હોય છે. જેમાં દેશની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ જોડાઈને પોતાના શહેરની સફાઈ અંગેની કામગીરી દર્શાવી સ્પર્ધામાં પોતાનો ઉચ્ચ ક્રમ મેળવવા મથી રહી છે. ત્યારે આગામી જાન્યુઆરી 2021માં યોજાનારી આ સર્વેક્ષણની મોરબી નગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તાજેતરમાં તહેવારોને અનુલક્ષી વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યા બાદ હવે મોરબી શહેરની ખાનગી અને જાહેર મિલકત પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે અને અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી બને તે માટે મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સ્પર્ધા એવોર્ડનું આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં શહેર વિસ્તારમાં આવેલી શાળાઓ, હોસ્પિટલ્સ, સરકારી કચેરી, માર્કેટ એસોસિએશન, હોટેલ તેમજ સોસાયટી વિસ્તાર, ઔદ્યોગિક એકમ પણ જોડાઈ શકે છે. માટે તેઓએ પોતાના માલિકીની જગ્યામાં કોવિડ 19 કોરોના સંદર્ભમાં સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. આ ઉપરાંત, જે મિલકતની સફાઈ માટે નોમિનેશન કરવામા આવ્યું હોય. તેમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ રાખવાની રહેશે. તેમજ તેમના એકમમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. સ્પર્ધામાં જોડાવવા માંગતા મિલકતધારકોને 31 ઓક્ટોબર પહેલા પાલિકામાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન થયાના એક સપ્તાહમાં પાલિકાની ટીમ ચકાસણી કરશે મોરબી પાલિકા વિસ્તારમાં આવતી મિલ્કતના ધારકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. 31 ઓક્ટોબર સુધીમાં તેનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનના એક સપ્તાહમાં પાલિકાની સેનિટેશન ટિમ ચકાસણી માટે જશે. ત્યારબાદ તેઓને રેન્કિંગ આપવામાં આવશે. સારું પ્રદશન કરનાર સર્પધકોને પ્રોત્સાહિત કરવાંમાં આવશે. આ ઉપરાંત, આ સ્પર્ધામાં ભાગ જેટલા વધુ લોકો ભાગ લઈ પોતાના વિસ્તારમાં સફાઈ રાખશે. તેના રેન્કિંગ સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાને મદદરૂપ બનશે. તેમ પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate