મોરબી : ગઈ કાલે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ હવે 65 મોરબી-માળીયા વિધાનસભા મત ક્ષેત્રમાં કુલ 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનું મોરબી સિંધી સમાજે અદકેરું સ્વાગત કરી ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન કર્યું હતું. ગઈકાલે રેલવે સ્ટેશન નજીક આવેલા સિંધુ ભવન, ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને વિજયની શુભકામનાઓ સાથે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડી બ્રિજેશ મેરજાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદીપભાઈ વાળા, બ્રિજેશભાઈ મેરજા, જે.પી.જેસવાણી, હસુભાઈ પંડ્યા, જીજ્ઞેશ કૈલા સહિતના ભાજપના આગેવાનોએ સિંધી સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ સમગ્ર ભાજપ મોવડી મંડળ અને આગેવાનો દ્વારા વિવિધ સમાજ અને સંગઠનો સાથે મિટિંગો કરી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને જ્વલંત વિજય અપાવવા અપીલ કરી રહ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate