વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભીપીપળીયા ગામમાં એક આધેડે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 16ના રોજ અગાભીપીપળીયા ગામમાં રહેતા સુનીલભાઇ ખીમજીભાઇ કાંજીયા (ઉ.વ. 50) પોતાની વાડીએ હતા. ત્યારે તેમને કોઇપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેમને પ્રથમ સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમનું મૃત્યુ થયું છે. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate