મોરબી : મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે એક્ટિવ સ્કૂટર ઉપર ઈંગ્લિશ દારૂની ડિલિવરી કરવા નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડિવિજન પોલીસ સ્ટાફે ગઈકાલે સામાકાંઠે ઉમા ટાઉનશીપ રોડ ભારતી વિદ્યાલય ગ્રાઉન્ડ સામે જાહેર રોડ ઉપર જીજે-૩૬-એચ-૫૨૫૨ નંબરના એક્ટિવા પર ઈંગ્લિશ દારૂની બોટલો.લઈને નીકળેલા આરોપી યોગેશગીરી નથુગીરી ગોસાઇને ઈંગ્લિશ દારૂની બોટલ નંગ-૨ અને સ્કૂટર મળીને કુલ રૂ.૧૫,૭૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ બીજા આરોપી મકબુલભાઇ હનીફભાઇ ચાનીયા સામે ગુન્હો નોંધીને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate