મોરબી : મોરબીના મુનનગર ચોક નજીક IPL મેચ પર સટ્ટો રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ આ કેસમાં અન્ય એક શખ્સનું નામ પણ ખુલતા, બંને આરોપીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત તા. 13ના રોજ રાત્રે 10 વાગ્યે મોરબીના મુનનગર ચોકમાં ખોડીયાર હાર્ડવેર પાસે જાહેરમાં વિશાલભાઇ હસમુખભાઇ ગાંભવા તાજેતરમા ચાલતી IPL T-20 ક્રિકેટ સિરીઝમાં ક્રિકેટ મેચ ઉપર પારસભાઇ ચંદુભાઇ વસાણી પાસેથી ઇગલ એક્ષ્ચેન્જ-9 નામની આઇ.ડી. મેળવી તેના ઉપર મેચની હારજીત તથા રન ફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિશાલ પાસેથી મોબાઇલ તથા રોકડ મળી કુલ કી.રૂ. 21,500ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે આરોપી વિશાલની અટકાયત કરી છે. અને આરોપી પારસને પકડવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate