બે ભાઈઓએ પશુપાલકને માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરમાં પશુપાલકને બે ભાઈઓએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે બે ભાઈઓએ પશુપાલકને માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આથી, વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના જુના રાજાવડલા ગામે રહેતા અને માલઢોરનો વ્યવસાય કરતા અમીભાઇ અલીભાઇ વકાલીયા (ઉ.વ ૫૦) એ આરોપીઓ નારૂભાઇ તથા તેનો ભાઇ રમેશભાઇ બાંભવા ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૪ના રોજ વાંકાનેરના પુલ દરવાજા પાસે એક આરોપી પાસેથી ફરીયાદીએ અગાઉ પાડો વેચાતો લીધો હતો. પણ આ પાડામા ખામી હોય ઉપરથી બીજાને ફરી પાડો વેચતા પાછો આવતા ફરીયાદીએ આરોપીને ઠપકો આપ્યો હતો. આથી, ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate