મોરબી : મોરબીના શોભેશ્વર રોડ પરથી 50 લી. દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં એક શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 14ના રોજ મોરબીના શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ પાછળ પાણીની ટાંકી પાસે ગેરકાયદે દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી પાંચ લીટરનાં બુંગીયા નંગ 10, દારૂ લીટર 50 (કી.રૂ. 1000)નો મુદામાલ પ્રમોદકુમાર અતરસીંગ જાટ (ઉ.વ. 34)એ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે દેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી પ્રમોદની અટકાયત કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate