ફેકટરીમાં જોખમી મશીનરીમાં સગીર કામ કરતો હોવાની ફરીયાદ મળતા શ્રમ આયુક્તના દરોડા મોરબી : મોરબીમાં શ્રમ આયુક્ત કચેરીની ચાઈલ્ડ લેબર ફોર્સ દ્વારા ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉંચી માંડલ ગામ પાસે આવેલા લેવિથ ગ્રેનિટો નામની ફેક્ટરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા જોખમી મશીનરીમાં 17 વર્ષની ઉંમરના સગીરને કામ પર રાખ્યો હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે મોરબી સરકારી શ્રમ અધિકારી એમ. એમ. હિરાણી અને તેમની ટીમ ત્રાટકી હતી અને ફેકટરીમાં કામ કરતા મજૂરની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન રાજુભાઈ વાલાભાઈ પડહારીયાએ 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરને જોખમી મશીનરીમાં કામ માટે રાખ્યો હોવાનું સામે આવતા તેનાં વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ ફેકટરીમાંથી કામ કરતા સગીર શ્રમિકને પણ છોડાવ્યા હતા. તે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કોન્ટ્રાક્ટરની શોધખોળ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ જે. પી. કણસાગરા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate