મોરબી : મોરબીમાં અવારનવાર રઝળતા પશુઓના લીધે અકસ્માત થતા હોય છે. ત્યારે મોરબીના ગૌપ્રેમીઓ દ્વારા મોરબીમાં રખડતી ગાયોથી અકસ્માત રોકવા ગાયોના શીંગડા પર રેડિયમ લગાવી દેવામાં આવ્યા છે. મોરબીમાં ગૌભક્ત સેવાકીય ગ્રુપના પ્રમુખ પોપટભાઈ ભરવાડ, ઉપપ્રમુખ વિશાલભાઇ સનાવડા તથા તેમની ટીમ દ્વારા રખડતી ગાયોના લીધે થતા અકસ્માતોને અટકાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે મુજબ આવી રઝળતી ગાયોના શીંગડા પર રેડિયમની પટ્ટી લગાવી દેવામાં આવી છે. રાત્રીના અંધકારમાં રેડિયમ ચમકે, જેથી વાહનચાલકોને ગાય હોવાનું ધ્યાનમાં આવે. જેથી, અકસ્માતની ઘટનાને નિવારી શકાય. આમ, ગૌભક્તો દ્વારા ગૌમાતાને કે રાહદારીને ઇજા ના પહોંચે અને અકસ્માત જ ના સર્જાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate