ટ્રાવેલ્સના ડ્રાઈવરે અજાણ્યા ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં ટ્રાવેલ્સના ગળાકાપ ધંધાની હરીફાઈમાં વાત મારામારી સુધી પહોંચી ગઈ છે. જેમાં 'આ રૂટ ઉપર ટ્રાવેલ્સ ચલાવવી નહિ' તેમ કહી ડ્રાઇવરને માર મારી ટ્રાવેલ્સમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ટ્રાવેલ્સના ડ્રાઈવરે અજાણ્યા ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામે રહેતા અને ટ્રાવેલ્સ ચલાવતા ઇશ્વરજી ધુળાજી ઝાલા (ઉ.વ. ૩૮) એ સફેદ કલરની અલ્ટો કારમા આવેલા અજાણ્યા ચાર માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૩ના રોજ સાંજના પોણા સાતથી સાત વાગ્યા દરમ્યાન મોરબી કંડલા બાયપાસ હાઇવે રોડ ઉપર આરટીઓ બ્રિજથી આગળ રવિરાજ ચોકડી વચ્ચે ધરમપુર ગામના પાટીયા પાસે ચારેય અજાણ્યા માણસોએ કારમાં ધસી આવી ફરીયાદીની આ રૂટ ઉપર ટ્રાવેલ્સ નહી ચલાવવા બાબતે ફરીયાદીની ટ્રાવેલ્સને રોડ ઉપર રોકી ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકા વડે ફરીયાદીને ડાબા પગે તથા હાથે મુંઢ માર મારી ઇજા કરી ટ્રાવેલ્સનો આગળનો કાચ લાકડાનો ધોકા વતી તોડી નાંખી તથા ફરીયાદી સાથે ઝપાઝપી કરી ભાડાના રૂપિયા ૧૦,૦૦૦/- અંધારામા પાડી દઇ ફરી વખત ટ્રાવેલ્સ લઇ ટંકારા મોરબી રૂટ પર આવશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate