આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરાઈ વાંકાનેર : વાંકાનેર શહેર અને વાંકાનેર તાલુકામાં જુદા-જુદા ચાર સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયેલ છે. આ ચારેય બનાવના તમામ આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વાંકાનેરના મીલ પ્લોટ ચોકમાં ચંદુભાઈ ઉર્ફે ઢીંગલી નરશીભાઇ મીઠાપરા અને રામજીભાઇ નવઘણભાઈ જેજરીયા ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 36 (કી.રૂ. 10,800)ને દારૂ વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા પકડી પાડવામાં આવ્યા છે. વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ. 54,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત, વાંકાનેરમાં ધમલપર ચોકડી નજીક પ્રવિણભાઇ શાંતુભાઇ ખવડને વ્હીસ્કીની બોટલ નંગ 24 (કિં.રૂ. 7,200) વેચાણ કરવાના ઇરાદે બાઈક પર હેરાફેરી કરતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને મોબાઇલ મળી કુલ રૂ. 21,200નો મુદામાલ જપ્ત કર્યો છે. અને આરોપી પ્રવીણની અટકાયત કરી છે. તેમજ આ બનાવમાં ધવલ નટુભાઇ સોલંકીનું નામ ખુલતા તેને પકડવા તજવીજ હાથ ધરી છે. વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામના બોર્ડ પાસે રીક્ષા રજી નંબર જી.જે.-૦૩-એ.ડબ્લ્યુ.-૪૧૫૭માં રિક્ષાચાલક ગે.કા.રીતે, પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની વ્હીસ્કીની શીલપેક બોટલ નંગ 12 (કી.રૂ. 4,500) લઇ જતો હતો. પોલીસની રેઇડ દરમિયાન રિક્ષાચાલક નાસી ગયો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો અને રીક્ષા મળી કુલ રૂ. 64,500નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ અજાણ્યા રિક્ષાચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં, વાંકાનેર તાલુકાના દીધલીયા ગામના બોર્ડ નજીક અજયભાઇ ઉર્ફે લાલો બાબુભાઇ રંગપરાને ગેરકાયદે વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની બીયર નંગ 2 (કી.રૂ. 200) સાથે પકડી પાડવામાં આવ્યો છે. વાંકાનેર તાલુકા પોલીસે બોટલ જપ્ત કરી આરોપી અજય સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate