વાંકાનેર : ભારતીય સંવિધાનમાં દરેક નાગરિકો માટે કાયદામાં સમાન રીતે જોગવાઈ કરવામાં આવેલી છે. કોઈ હોદ્દો, જ્ઞાતિ, જાતિ, ઊંચ-નીચના ભેદભાવ વિના કાયદો સર્વજન માટે સમાન રીતે લાગુ પડે છે. જો કે, એ મુજબની અમલવારી બહુ થતી નથી, પણ જ્યારે સમાન અને પારદર્શી અમલવારી થાય છે ત્યારે એ ઘટના સમાચાર બને છે. આવી જ એક ઘટના વાંકાનેર શહેરમાં બનતા એ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. વાંકાનેર સીટી પી.આઈ. બી. પી. સોનારાએ વાંકાનેર પોલીસ મથકના પોલીસકર્મીને કાળા કાચ વાળી ગાડી બદલ દંડ ફટકાર્યો હતો. પોલીસ ડ્રાઈવ દરમ્યાન પોલીસ દ્વારા કાળા કાચ વાળી ફોર વ્હીલમાંથી કાળી ફિલ્મ દૂર કરી ચાલક પાસેથી સ્થળ પર જ દંડ વસુલતી હોવાના દ્રશ્યો વચ્ચે આજે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમારની આઇટેન કાર ઝપટે ચડી ગઈ હતી. આ પોલીસકર્મીની કારમાં નિયમ વિરુદ્ધ કાચ પર બ્લેક ફિલ્મ લગાડેલી હોવાથી પી.આઈ. સોનારાએ તેમને સ્થળ પર જ 500 rs.નો દંડ ફટકારી કાચ પરની ફિલ્મ દૂર કરાવી હતી. આમ, એક પોલીસકર્મીને ગાડીના કાળા કાચ માટે તેના જ પોલીસ અધિકારીએ દંડ ફટકારી કાયદો સૌ માટે સમાન હોવાનો સંદેશો આપ્યો હતો. ત્યારે વાંકાનેર સીટી પીઆઇ સોનારામાંથી પ્રેરણા લઈ મોરબી જિલ્લામાં અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા પણ સામાન્ય વાહન ચાલકોની સાથે પેહલા ઘરેથી શરૂઆત કરીને ટ્રાફિક અને વાહન એકટના નિયમો ભંગ કરતા પોલીસ કર્મીઓ અને તેમના પરિવારના લોકો સામે જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી કાયદો સૌના માટે સમાનનો આદર્શ દાખલો બેસાડવો જોઈએ. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate