મોરબી : મોરબીના રામગઢ (કોયલી) ગામે કૂવામાં ડૂબી જવાથી ખેડૂતનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રામગઢ (કોયલી) ગામે રહેતા અને ખેતીકામ કરતા મનસુખભાઈ રૂગનાથભાઈ પનારા (ઉ.વ. 60) નામના ખેડૂત ગઈકાલે તા.12 ના રોજ પોતાની વાડીએ આવેલા કૂવામાં કોઈ કારણસર પડી ગયા હતા અને કૂવાના પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate