સજાથી બચવા માટે કરેલી અપીલને હાઇકોર્ટે ફગાવી દીધા બાદ પણ સરન્ડર ન થતા કોર્ટે ધરપકડનું વોરંટ ઇસ્યુ કરતા અંતે પોલીસે આરોપીના ચહેરા પરથી સાધુનો નકાબ ઉતારી નાખ્યો મોરબી : મોરબીમાં મારામારીના ગુનામાં એક આરોપીને સ્થાનિક કોર્ટે 18 માસની સજા ફટકારી હતી. આથી, આરોપીએ સજાથી બચવા માટે હાઇકોર્ટેમાં અપીલ કરી હતી. પણ હાઇકોર્ટે અપીલ ફગાવી દઈને આરોપીને સરન્ડર થવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં આરોપી પોલીસમાં હાજર થવાને બદલે સાધુનો વેશ ધારણ કરીને નાસતો ફરતો હોવાથી કોર્ટના આદેશને પગલે પોલીસે તેને આજે ઝડપી લીધો હતો. આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરાની શેરી નં.-2માં રહેતા પ્રકાશભાઈ ગોવિદભાઈ પંડિત સામે અગાઉ કલમ 307 હેઠળ મોરબી એ ડિવિજન પોલીસ મથકે મારામારીનો ગુનો નોંધાયો હતો. આ મારામારીનો કેસ જે તે વખતે મોરબીની સેશન્સ કોર્ટે આરોપી પ્રકાશભાઈ ગોવિંદભાઈ પંડિતને મારામારીના કેસમાં દોષિત ઠેરવીને તેને 18 માસની જેલની સજાનો હુકમ ફરમાવ્યો હતો. આથી, આ આરોપીએ સજાથી બચવા માટે હાઇકોર્ટેમાં અપીલ કરી હતી. પણ હાઇકોર્ટે મોરબીની સેશન્સ કોર્ટેનો ચુકાદો માન્ય રાખીને આરોપીને અપીલને ફગાવી દીધી હતી અને આરોપીને સરન્ડર થવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં આરોપી સરન્ડર થવાને બદલે આ સજાથી બચવા માટે સાધુનો વેશ ધારણ કરીને સાધુ બનીને નાસતો ફરતો હતો. આખરે પોલીસની ચકોર નજરથી એ બચી શક્યો ન હતો. મોરબી કોર્ટે આ આરોપીની ધરપકડ કરવાનું વોરંટ ઇસ્યુ કરતા એસ.પી. એસ. આર. ઓડેદરા અને એલસીબી પીઆઇ વી. બી. જાડેજાની સૂચનાને પગલે મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આજે બાતમીના આધારે મોરબી તાલુકા સેવા સદનના ગેઇટ પાસેથી સાધુના વેશમાં ફરતા આરોપીના ચહેરા પરથી નકાબ ઉતારીને તેને ઝડપી લીધો હતો. તેમજ આગળની કાર્યવાહી માટે એ ડિવિજન પોલીસને હવાલે કરી દીધો હતો. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate