પાંચ શખ્સોએ ટ્રેઇલરના ડ્રાઇવર અને કારખાનેદાર પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેર નજીક આવેલી એક સીરામીક ફેકટરીમાં માલ.ભરવા આવેલું ટ્રેઇલર કેબીન સાથે અથડાયા બાદ આ મામલે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં પાંચ શખ્સોએ ટ્રેઇલરના ડ્રાઇવર અને કારખાનેદાર પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર મોનીપાર્કમાં રહેતા ઉદ્યોગકાર સંજયભાઇ મેઘજીભાઇ ચીકાણી (ઉ.વ ૩૭) એ આરોપીઓ શકિતસિંહ ભરતસિંહ દરબાર, ભગીરથસિંહ દરબાર, ભરતસિંહ દરબાર તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૧ના રોજ ફરિયાદીના વાંકાનેરના વઘાસિયા ગામ પાસે આવેલ હોક ગ્રેનીટો પ્રા.લી સીરામીક ફેકટરીમા ટ્રેલર.નં- આર.જે-૩૨ જી.એ ૬૦૩૨ વાળો માલ ભરવા આવ્યો હતો. તે પહેલા આ ટ્રેલરના ડ્રાઇવરની ભુલથી આરોપીની કેબીન સાથે ટ્રેલર ભટકાયું હતું. જેનો ખાર રાખી આરોપીઓ ફરિયાદીની ફેકટરીમા આવીને ટ્રકના ડ્રાઇવરને લોખંડના પાઇપ વતી માર મારતા હોવાથી ફરિયાદી સાહેદોએ વચ્ચે પડી ટ્રેલરના ડ્રાઇવરને છોડાવ્યો હતો. આથી, આરોપીઓને બહારના ઝગડા બહાર પતાવવા અને પોતાની ફેકટરીમા નહિ આવવાનુ કહેલ જે બાબતે આરોપીઓને સારૂ નહિ લાગતા આરોપીઓએ ફરી ફરિયાદીની ફેકટરીમાં પ્રવેશ કરી ફરિયાદી તથા સાહેદને ગાળો આપી ફરિયાદી તથા સાહેદ વીપુલભાઇનો કાંઠલો પકડી ફરિયાદીને ગાલ ઉપર ફડાકો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate