હળવદ : હળવદ-ધાંગધ્રા હાઇવે પર બંધ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે હળવદ-ધાંગધ્રા હાઇવે પર રામદેવ હોટલ નજીક તલાજી શંકરજી ઠાકોરનો ટ્રક નંબર જીજે-૧૨-એયુ-૭૬૩૪ બંધ પડ્યો હતો. આ ટ્રકની પાછળની બાજુએ ભાવાભાઇ લખધીરભાઈ ઠાકોરનો ટ્રક નંબર જીજે-૧૨-એટી-૭૦૨૦ અથડાયો હતો. આથી, ભાવાભાઇના ટ્રકમાં બેઠેલા સેધાભાઇ ધૂળાભાઈ ઠાકોરને ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate