વાંકાનેર : વાંકાનેરમાં વધુ એક બાઈકની ચોરી થયાની ફરિયાદ થઈ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના દીગવિજય નગર પેડક સોસાયટીમાં રહેતા હરેશભાઇ રામદાસભાઇ અગ્રવાતએ ગત તા. ૯ના રોજ સવારના સવા પાંચેક વાગ્યે પોતાનું જી.જે-૦૩-ઇ.એસ ૨૪૫૬ નંબરનું બાઈક વાંકાનેર બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં પાર્ક કર્યું હતું. આ બાઈકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ બાઇકને ચોરીની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે હમણાંથી જુના બાઈક ચોરીના બનાવોની ફરિયાદ નોંધાતા પોલીસ ટૂંક સમયમાં બાઇકોની ચોરીનો ભેદ ઉકેલાયો તેવી જાહેરાત કરે તેવી શકયતા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate