મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડ આજે બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં 11 વર્ષર્થી ફરાર આરોપીને ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સૂચનાને પગલે મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડના પ્રો.હેડ કોન્સ.ચંદ્રકાન્ત વામજા, પ્રો.કોન્સ.જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિતનાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપી પરબેશ ઉર્ફે પ્રભુ તોલીયા મચ્છાર (ઉ.વ.48 ,રહે મૂળ મધ્યપ્રદેશ) ને મોરબી બાયપાસ દલવાડી સર્કલ પાસેથી ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.