વિવિધ ગામોમાં ફોગીંગ ,ગપ્પી માછલી મુકવાની, એબેટ, ઓઇલ, દવાયુક્ત મચ્છરદાની વિતરણ સહિતની કામગીરી મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરા તેમજ જિલ્લા મેલરીયા અધિકારી ડો.ચેતન વારેવડિયાના માર્ગદર્શન મુજબ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના મેડિકલ ઓફિસર ડો.સંજય જીવાણીના સહયોગથી મોરબી તાલુકાના પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા હેઠળ આવતા તમામ ગામમા ફોગીંગ કામગીરી ,ગપ્પી માછલી મુકવાની કામગીરી,એબેટ કામગીરી,ઓઇલ કામગીરી,દવાયુક્ત મચ્છરદાની જેવી કામગીરી કરવામાં આવેલ હતી. ગામમાં મચ્છર જન્ય રોગચાળોના ફેલાય તે માટે ત્યાં ફરજ બજાવતા સૂપરવાઇઝર કમલેશભાઈ કાલરીયા અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા ગામમાં મચ્છરદાનીમાં સૂવું,સંધ્યા સમયે ઘરના બારી બારણાં બંદ રાખવા,રાત્રે લીમડાનો ધુમાડો કરવો તેમજ ઘરના પાણીના ટાકા અને પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખવાની સલાહ આપવામાં આવેલ તથા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમા પણ સાવચેતી રાખવાની દરેક ઘરે માહિતી આપવામાં આવી હતી.