ટંકારા : અકસ્માત ઝોન બની ગયેલા મોરબી રાજકોટ હાઇવે પર અવાર નવાર નાના મોટા અકસ્માતની ઘટના સતત વધી રહી છે. કયારેક આ અકસ્માતમાં જીવલેણ પણ સાબિત થઈ રહ્યા છે. ત્યારે રવિવારે સાંજે મોરબી રાજકોટ હાઈવે પર લજાઈ ચોકડી પર ફરીવાર એક બોલેરો પિક અપ વાન અને મીની ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. બનાવમાં ટ્રક રસ્તાથી નીચે ઉતરી ગયો હતો અને આગળનો બોંનેટનો આગળનો ભાગ વળી ગયો હતો બીજી તરફ બોલરો પણ ડિવાઈડર પર ચઢી ગયો હતો. બનાવમાં સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી માત્ર ડ્રાઈવરને માથાના ભાગે અને પગના ભાગે ઇજા પહોંચી હતી. ઘટના બાદ ત્યાંથી પસાર થતા રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ટંકારા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.