મોરબી : મોરબીના લખધીરપુર રોડ પરથી પસાર થતી મચ્છુ બ્રાંચની નર્મદા કેનાલમાં રવિવારના રોજ સીરામીકમાં રહેતો શૈલેષભાઈ કલાભાઈ રોતક નામનો 13 વર્ષનો બાળક કોઈ કારણસર ડૂબી ગયો હતો.જેમાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમના સલીમભાઈ નોબે, પેથાભાઈ પ્રતાપભાઈ અને દિનેશભાઈ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાળકના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.