પોલીસે રોકડ રૂ. 1.32 લાખ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામમાં એક મહિલા સહીત જુગાર રમતા દસ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં દસેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આજે તા. 10 ઓક્ટોબરના રોજ છત્તર ગામમાં દીપકભાઈ રાણાભાઇ ઝાપડાની વાડીએ ઓરડીમાં તેમના સહીત 10 શખ્સોને ગેરકાયદે તીનપત્તીનો જુગાર રમતા દસ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 1,32,700 તથા 7 નંગ મોબાઈલ મળી કુલ રૂ. 1,76,200નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે આરોપીઓ દીપકભાઈ રાણાભાઇ ઝાપડા, અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા, મનીષભાઈ મોહનભાઇ આડેસરા, જયેશભાઇ માનસંગભાઇ વાવેસા, જ્યંતિભાઈ પ્રેમજીભાઈ જાવિયા, જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી, દિલીપભાઈ માણંદભાઈ પરમાર, અશોકભાઈ મોહનભાઇ જીવાણી, રોહિતભાઈ વાસુરભાઈ બસિયા તથા ભક્તિબેન જયંતિભાઈ રાજગોર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate