મોરબી : મોરબી-માળિયા બેઠક સહિતની આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. જે સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં નિયમોને આધીન રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારની છૂટ આપવામાં આવી છે. આ સાથે જાહેરસભાઓ યોજવાને પણ લીલીઝંડી આપી છે. ચૂંટણીની ગાઇડલાઇન ચૂંટણી સાથે જોડાયેલી કોઇ પણ પ્રક્રિયા વખતે માસ્ક પહેરવું જરૂરી રહશે. ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા રૂમ, હોલ અથવા કોઇ પણ એરિયાના ગેટ પર થર્મલ સ્કેનર, સેનિટાઇઝર, સાબુ અને પાણી રાખવું પડશે. દરેક વ્યક્તિનું સ્કેનિંગકરવામા આવશે. સરકારી નિર્દેશો પ્રમાણે સોશિયાલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી. તેના માટે મોટા હોલની પસંદગી કરીને સ્પોટ બનાવવામા આવે. ચૂંટણી અધિકારીઓ, સુરક્ષામાં લાગેલા લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે કોરોના ગાઇડલાઇન અનુસાર જરૂરી સંખ્યામાં વાહનો રાખવા પડશે. ચૂંટણી પ્રચાર કેવી રીતે થશે ? ઉમેદવાર ઘરે ઘરે જઇને ચૂંટણી પ્રચાર કરવા જાય ત્યારે સુરક્ષાકર્મી સિવાય 5થી વધુ લોકોને સાથે નહીં લઇ જઇ શકે. રોડ શો દરમિયાન કાફલાના એક ભાગમાં 5 ગાડીઓ જ રહી શકશે. અડધા કલાક બાદ 5 ગાડીઓનો બીજો કાફલો જઇ શકશે. પહેલા 10-10 ગાડીઓના 2 કાફલા વચ્ચે 100 મીટરના અંતરનો નિયમ હતો. કોરોના અંગેની ગાઇડલાઇનનું પાલન કરીને જ ચૂંટણી સભા આયોજિત કરી શકાશે. ચૂંટણી સભાના સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે નિશાન બનાવવામા આવશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલી સંખ્યાથી વધુ લોકો રેલીમાં સામેલ થઇ શકશે નહીં. EVM/વીવીપેટ પહેલા અને બીજા EVM સાથે સંકળાયેલું દરેક કામ મોટા હોલમાં થવું જોઇએ. સેનિટાઇઝર જરૂરી માત્રામાં રાખવાનું રહેશે. EVM/વીવીપેટની કામગીરી કરી રહેલા દરેક અધિકારીને ગ્લવ્ઝ ઉપલબ્ધ કરાવવામા આવે. નોમિનેશન પ્રક્રિયા નોમિનેશન ફોર્મ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામા આવશે. તેને ઉમેદવારો ઓનલાઇન જ ભરી શકશે. તેની પ્રિન્ટ ચૂંટણી અધિકારીને સોંપવી પડશે. સોગંદનામુ પણ ઓનલાઇન દાખલ કરી શકાય છે. તેની પ્રિન્ટ પાસે રાખી શકાય છે. નોટરાઇઝેશન બાદ તેને નોમિનેશન સાથે ચૂંટણી અધિકારીને સોંપી શકાય છે. ઉમેદવાર ડિપોઝીટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે. કેશ આપવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. નોમિનેશન ફોર્મ સોંપતી વખતે ઉમેદવાર સાથે બેથી વધુ લોકો નહીં આવી શકે. તેમને બેથી વધુ ગાડીઓ લઇ જવાની મંજૂરી નહીં મળે. નોમિનેશન ફોર્મ લેવાની , તેની સ્ક્રૂટિની તેમજ ચૂંટણી ચિહ્ન આપવાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં પૂરતી જગ્યા રહે. ઉમેદવારોને અલગ અલગ સમયે બોલાવવામા આવે. ઉમેદવારો માટે વેઇટિંગ એરિયા પણ મોટો હોવો જોઇએ. પોલિંગ બૂથ એક પોલિંગ બૂથ પર 1500ની જગ્યાએ 1000 મતદારોને જ બોલાવવામા આવે. વોટિંગના એક દિવસ પહેલા પોલિંગ સ્ટેશન સેનિટાઇઝ કરવામા આવે. દરેક બૂથના એન્ટ્રી પોઇન્ટ પર થર્મલ સ્કેનર લગાવવામા આવે. દરેક મતદારની એન્ટ્રી પર થર્મલ ચેકિંગ થાય. જો કોઇ મતદારનું પહેલું રીડિંગ નિર્ધારિત તાપમાનન કરતા ઉંચું આવે તો તેનું ટેમ્પરેચર ફરી માપવામા આવે. બીજી વખત પણ જો ટેમ્પરેચર વધારે આવે તો તેને ટોકન/સર્ટિફિકેટ આપીને વોટિંગના છેલ્લા કલાકમાં બૂથ પર આવવાનું કહેવામા આવે. વોટિંગના છેલ્લા કલાકમાં આ પ્રકારના મતદારોને વોટિંગ કરવાની સગવડ આપવામા આવે. પોસ્ટલ બેલેટ દ્વારા કોણ મતદાન કરી શકશે ? દિવ્યાંગ. 80 વર્ષથી વધુની ઉંમરના લોકો. જરૂરી સેવાઓમાં સામેલ લોકો. કોરોના પોઝિટિવ/શંકાસ્પદ અથવા ક્વોરેન્ટીન કરવામા આવેલા લોકો