છત્તીસગઢ સરકારના માટીકલા બોર્ડમાં 14 પૈકી ગુજરાતના મનસુખભાઇ પ્રજાપતિ એક માત્ર સદસ્ય નિયુક્ત વાંકાનેર : ઉત્તરાખંડમાં મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન દ્વારા 95માં ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત આર્ટ & ક્રાફટ, કૂકિંગ & બેકિંગ, સ્પોર્ટ્સ, માટીકામ જેવી વિવિધ ઈત્તર પ્રવૃતિઓના ક્ષેત્રો સંદર્ભે તાલીમ આપવામાં આવનાર છે. આ કોર્સમાં દેશના વિભિન્ન ભાગોમાંથી આઇપીએસ અને આઈએએસ અધિકારીઓને ઉપરોક્ત વિષયવસ્તુને લઈને તાલીમ કેમ્પનું આયોજન કર્યું છે. આ તાલીમ કેમ્પમાં વાંકાનેરમાં 'મિટ્ટીકુલ' સંસ્થાના સ્થાપક મનસુખભાઈ પ્રજાપતિને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી તરફથી તાલીમાર્થીઓને માટીકામ શીખવવા માટે નિમંત્રણ મળેલ છે. આગામી તા. 12થી 30 ઓક્ટોબર દરમિયાન મનસુખભાઈ પ્રજાપતિ માટીકલા અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપશે. મનસુખભાઇ પ્રજાપતિને તાજેતરમાં જ છત્તીસગઢ ખાતે રાજ્યના માટી કલા બોર્ડ દ્વારા છત્તીસગઢ હાટ પરિસર ખાતે આમંત્રિત કરાયા હતા. જ્યાં રાયપુર માટી કલા બોર્ડમાં તેઓને સદસ્ય પદ આપવામાં આવ્યું હતું. માટી કલામાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર મનસુખભાઇએ રાયપુર ખાતે ઉપસ્થિત બોર્ડના અન્ય સદસ્યો સાથે માટીકલાને ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારલક્ષી બનાવવા તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિકોને સ્વરોજગાર મળી રહે એ માટે ઉપયોગી સલાહ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત માટીની ગુણવત્તા, સ્થાનિક કક્ષાએ પ્રાપ્ત મશીનરીનો ઉપયોગ, વ્યાપક રોજગારલક્ષી આયોજન વગેરેની સમજ પુરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના રાયપુર માટી સ્થિત માટી કલા બોર્ડમાં 14 સદસ્યો પૈકી ગુજરાતમાંથી એકમાત્ર મનસુખભાઈને બોર્ડના સદસ્ય બનાવવામાં આવ્યા છે. જે મોરબી જિલ્લા તથા વાંકાનેર તાલુકા માટે ગૌરવપ્રદ ઘટના છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate