કોરોના કાળને કારણે ડિઝીટલ માધ્યમ થકી ઓનલાઈન ધાર્મિક સ્પર્ધા યોજી વડીલોએ સત્સંગનો લાભ લીધો ટંકારા : હરબટીયાળી ગામની શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેન મનસુખલાલ દ્વારા સંચાલિત કુમકુમ ગ્રુપ તથા મહાકાલ ગ્રુપના સહયોગથી હરબટીયાળી ગામમાં પુરુષોત્તમ મહિનાને અનુલક્ષીને મંડળ પુરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શનનો લ્હાવો સમગ્ર ગ્રામજનોએ મોટી સંખ્યામાં લીધો હતો. આ ઉપરાંત, કોરોના મહામારીને કારણે ઓનલાઈન ગોપીગાન સ્પર્ધાનું આયોજન વૃદ્ધાઓ માટે કરવામાં આવ્યું હતું. જેમાં ગામના કુલ 11 વૃદ્ધાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે આવેલા નમેરા હેમીબેન, બીજા ક્રમે આવેલા સંઘાણી પુરીબેન તેમજ ત્રીજા ક્રમે આવેલા સંઘાણી તારાબેન અને સંઘાણી શાંતા બેનને ઉપહાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગામના 98 વરસના કાનુબેન નમેરાને ભાગ લેવા બદલ શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ ભાગ લીધેલ વડીલ મહિલાઓને ભેટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગીતાબેનના આ બંને ગૃપો હરબટીયાળી ગામમાં સેવાના કાર્યો કરે છે. આ તકે ગ્રુપની આવી સરસ કામગીરી બદલ તાલુકા પ્રમુખ મધુબેન અશોકભાઈ સંઘાણી તેમજ સરપંચ જીગુબેન મહેશભાઈ ઝાપડાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate