મોરબી : મોરબીના અમરનગર ગામ પાસે રજીસ્ટ્રેશન નંબર વગરની ફીગો એક્સપાયર કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના બહાદુરગઢ ગામે રહેતા વિવેકભાઈ હસમુખભાઈ ભોજાણીના પિતા હસમુખભાઇ બાબુભાઇ ભોજાણી તેના જીજે।ડી.એચ 8265 નમ્બરનો હોન્ડા ટ્વીસ્ટર મોટર સાયકલ લઈને જતા હતા. તે દરમિયાન અમરનગર ગામ પાસે પુર ઝડપે આવેલી નંબર પ્લેટ વિનાની ફિગોએક્સપર કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકહસમુખભાઈ બાબુભાઈને માથામાં અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં તેઓનું મોત નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રે કાર સવાર ભગીરથસિંહ જગતસિંહ જાડેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate