વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામમાં મકાનમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગત તા. 6ના રોજ લીંબાળા ગામમાં ખાંભાળા રોડ પર મોહીનરજાક અબ્દુલભાઇ કડીવાર (ઉ.વ. ૨૧)એ રહેણાંક મકાનના રૂમમા વેચાણ કરવાના ઇરાદે રાખેલ વ્હીસ્કીની બોટલ નંગ 8, કિં.રૂ. 2400 તથા રમની બોટલ નંગ 3, કિ.રૂ. 900 તથા રમની બોટલ નંગ 15, કિ.રૂ. 2250 રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો તથા મોબાઈલ સહીત કુલ રૂ. 10,550નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે આરોપી મોહીનરજાકની અટકાયત કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate