મોરબી : ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતી પર ગેંગરેપની ઘટના સામે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ યોજીને પીડિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં લોકસભા પ્રભારી ભરતભાઈ સાગઠીયા, મોરબી જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ ટુંડિયા, કિશોરભાઈ, પ્રવીણભાઈ શુકલ તથા બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate