મોરબી : કોરોના વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ મોરબીમા ઝડપભેર વધી રહયુ છે. ત્યારે નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબીના માર્ગદર્શન તેમજ સુચના અંતર્ગત સરકારી આયુર્વેદ દવાખાના, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા અને જય ગુરૂદેવ ગ્રૃપ-મોરબીના સહયોગથી પાંચ દિવસ સુધી કોરોના સામે રક્ષણ મેળવવા માટે સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદિક ઉકાળાનુ વિનામુલ્યે (ફ્રી) વિતરણનો કેમ્પ રાખેલ છે. આ ઉકાળો વિતરણ આવતીકાલ તા. ૯/૧૦/૨૦૨૦ શુક્રવારથી ૧૩/૧૦/૨૦૨૦ મંગળવાર સુધી સમય સવારે ૭ થી ૯ વાગ્યા દરમિયાન વરીયા માતાજી મંદિર, સો-ઓરડી વરીયા નગર, મોરબી ખાતે રાખેલ છે. દરેક વ્યક્તિએ માસ્ક અથવા રૂમાલ ફરજીયાત બાંધીને આવવાનું રહેશે તેમજ સોશ્યલ ડીસ્ટન્સીગ જાળવવાનુ રહેશે. દરેક વ્યક્તિએ પરિવારજનો સહિત બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate