વાંકાનેર : વાંકાનેર શહેરના વીશીપરા ચોકમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 6ના રોજ વાંકાનેરના વીશીપરા ચોકમાંથી સલીમભાઇ હનીફભાઇ મેતર (ઉ.વ. 36, રહે. મીલ પ્લોટ)ને ગેરકાયદે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની વ્હીસ્કીની બોટલ નંગ 5 (કિં.રૂ. 1500) સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. તેમજ આરોપી સલીમની અટકાયત કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate