કપાસ, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં એકંદરે સુધારાનું હવામાન: પ્રથમ સત્રમાં રૂ.૧૫,૦૮૩ કરોડનું ટર્નઓવર મોરબી : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૩૪,૫૭૭ સોદામાં રૂ.૧૫,૦૮૩.૬૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૪૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૦૭૧ ઘટ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, સીપીઓ અને મેન્થા તેલમાં એકંદરે સુધારાનું હવામાન હતું, જ્યારે કોટનનો વાયદો સ્થિર રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૩૮૮૭૪ સોદાઓમાં રૂ.૮૨૧૧.૪૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૨૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૩૬૧ અને નીચામાં રૂ.૪૯૯૨૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૪૮ ઘટીને રૂ.૪૯૯૭૮ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૬ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૪૧૭ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૭૩ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૩૯ ઘટીને બંધમાં રૂ.૫૦૦૭૮ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૯૮૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૦૩૮૦ અને નીચામાં રૂ.૫૯૩૩૮ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૭૧ ઘટીને રૂ.૫૯૫૦૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૧૦૫૭ ઘટીને રૂ.૫૯૫૨૯ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૧૦૬૪ ઘટીને રૂ.૫૯૫૩૬ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૩૭૧૭ સોદાઓમાં રૂ.૨૭૦૭.૯૫ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૯૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૬૫ અને નીચામાં રૂ.૨૮૯૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૩ ઘટીને રૂ.૨૮૯૯ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૩૧૩ સોદાઓમાં કુલ રૂ.૨૨૮.૩૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૮૩૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૩૯૦ અને નીચામાં રૂ.૧૮૨૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર આગલા રૂ.૧૮૨૯૦ના જ સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૬૩.૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૧ વધીને બંધમાં રૂ.૭૬૫.૧ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૪૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૧.૯ અને નીચામાં રૂ.૯૪૨.૧ રહી, અંતે રૂ.૯૫૧.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૩૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૪૧.૫ અને નીચામાં રૂ.૧૦૩૮ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૫૦ વધીને રૂ.૧૦૩૯.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૯૭૬૯ સોદાઓમાં કુલ રૂ.૪૪૪૬.૬૭ કરોડ ની કીમતનાં ૮૮૬૮.૪૩૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૦૯૧૦૫ સોદાઓમાં કુલ રૂ.૩૭૬૪.૮૨ કરોડ ની કીમતનાં ૬૨૯.૦૯૭ ટન, ક્રૂડ તેલમાં ૨૪૩૭૧ સોદાઓમાં રૂ.૧૧૩૨.૧૨ કરોડનાં ૩૮૬૭૦૦૦ બેરલ્સ, કોટનમાં ૨૯૫ સોદાઓમાં રૂ.૧૫.૯૯ કરોડનાં ૮૭૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૯૩૧ સોદાઓમાં રૂ.૨૦૪.૨૫ કરોડનાં ૨૬૬૬૦ ટન, મેન્થા તેલમાં ૪૯ સોદાઓમાં રૂ.૭.૨૭ કરોડનાં ૭૬.૬૮ ટન, કપાસમાં ૩૮ સોદાઓમાં રૂ.૮૫.૨૮ લાખનાં ૧૬૪ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૫૭૩.૬૦૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૬.૨૫૭ ટન, ક્રૂડ તેલમાં ૪૦૪૪ બેરલ્સ, કોટનમાં ૨૫૬૨૫ ગાંસડી, સીપીઓમાં ૭૧૯૪૦ ટન, એલચીમાં ૦.૨ ટન, મેન્થા તેલમાં ૧૪૯.૦૪ ટન અને કપાસમાં ૪૩૬ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૩૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૬૭.૫ અને નીચામાં રૂ.૫૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૦૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૦.૫ અને નીચામાં રૂ.૯૭૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૦૮.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૫૩૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૩૫ અને નીચામાં રૂ.૧૩૪૭.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૭૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૪૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૬૦૭.૫ અને નીચામાં રૂ.૩૨૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૧૩ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૫.૪ ખૂલી, ઊપરમાં રૂ.૮૦ અને નીચામાં રૂ.૫૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૧.૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૮.૭ અને નીચામાં રૂ.૭૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૧.૪ બંધ રહ્યો હતો.