મોરબી : મોરબીના ખાનપર-નેશડા રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ બનાવમાં પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ગઈકાલે તા. 4ના રોજ મોરબીના ખાનપર-નેશડા રોડ પર ગોમટેશ્વર મંદિર નજીક ગેરકાયદે વ્હીસ્કીની એક બોટલ (કી.રૂ. 200) સાથે અરવિંદભાઇ રાડુભાઇ પસાયા (ઉ.વ. 26, રહે. ખાનપર, મુળ ગામ ડુંમકા, તા. ધાનપુર)ને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બોટલ કબ્જે કરી આરોપી અરવિંદની અટકાયત કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate