મોરબી : જિલ્લાના ટંકારા તાલુકામાં લૂંટ કરીને ફરાર થઈ ગયેલા આરોપીને તાજેતરમાં એમપી ખાતેથી ઝડપી અને મધ્યપ્રદેશ પોલીસ કોર્ટની તારીખમાં મોરબી આવી હતી. લૂંટના આરોપીનો કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. આથી, મોરબી નજીક આવેલા ઘુંટુ ગામ સ્થિત પોલીટેકનીકલ કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસને ચકમો આપીને આજે વહેલી સવારે આરોપી ફરાર થઈ જતા પોલીસ દ્વારા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા ખાતે 2019ની સાલમાં લૂંટનો બનાવ બન્યો હતો જેની ફરિયાદ પણ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ બનાવમાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશની પોલીસ તાજેતરમાં મોરબી લઈ આવી હતી. અનિલ સોબતભાઈ બાંભણિયા નામના આરોપીનો કબજો લઇ સૌ પ્રથમ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા આરોપીને ઘુંટુ ગામ નજીક આવેલી પોલિટેક્નિક કોલેજમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે દાખલ કરાયો હતો. જ્યાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી છ વાગ્યાના અરસામાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં આરોપી નાસી છૂટયો હતો. ઉલ્લેખનીય છે કે નાસી છૂટેલા આરોપી હાલ એમપી પોલીસના કબ્જામાં હતો. જ્યાં મોરબી કોર્ટમાં આ કેસની મુદત હોવાથી આરોપીને લઈ આવવામાં આવ્યો હતો. ત્યારે કોવિડ કેર સેન્ટરમાંથી આરોપી નાસી જતા પોલીસે આરોપીને ઝડપી પાડવા જિલ્લાભરમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ બંદોબસ્તમાંથી આરોપી નાસી જતા બંદોબસ્ત ટીમ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એમપી.ની પોલીસ ટીમ આરોપીને સોંપીને પરત જતી રહી હોવાથી એમપી. પોલીસને પણ આરોપી પીઝિટિવ હોવાની જાણ કરાઈ હતી. ત્યારે હવે આરોપી જ નાસી જતા એમપીની પોલીસને આ બનાવની પણ જાણ કરવામાં આવશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate