લોકડાઉન અને કોરોનાના પગપેસારાને કારણે કામગીરી બંધ રહ્યા બાદ હવે 2200 જેટલી જન્મ મરણની પેન્ડિગ અરજીઓના નિકાલની કાર્યવાહી મોરબી : મોરબી પાલિકાના જન્મ મરણ વિભાગ લોકડાઉન અને બાદમાં કોરોનાને કારણે ખાસો સમય બંધ રહ્યા પછી હવે જન્મ મરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ લોકોનો વધુ ધસારો રહેતો હોવાથી કોરોનાના કાળમાં આ જોખમભરી સ્થિતિ ટાળવા માટે પાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે જન્મ મરણ વિભાગને પાલિકાના કાઉન્સિલર હોલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં હાલ જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી ચાલી રહી છે. જો કે લોકડાઉનને કારણે બે-ત્રણ મહિના બંધ અને તાજેતરમાં કોરોના પગપેસારાથી આ જન્મ-મરણ વિભાગની કામગીરી બંધ રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન જન્મ મરણની 2200 જેટલી અરજીઓ આવી હતી. આ અરજીઓના નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આથી, જન્મ-મરણ વિભાગમાં લોકોનો ભારે ધસારો રહે છે. કોરોના કાળમાં આ ભીડ જોખમકારક હોવાથી સાવચેતીના ભાગ રૂપે પાલિકા તંત્ર દ્વારા જન્મ મરણની કામગીરીને પાલિકા કાઉન્સિલર હોલમાં સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આગામી સમયમાં જન્મ-મરણની કામગીરીને પાલિકા કાઉન્સિલર હોલમાં શિફ્ટ કરી દેવાશે. જ્યાં લોકોને પણ અગવડતા નહિ પડે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહેશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate