હડમતીયા : ટંકારાના હડમતિયા ગામે થોડા દિવસ પહેલા જ ગામથી દુર રોડ પર પેટ્રોલ પંપના માલિક વહેલી સવારે ગાડી લઈ પેટ્રોલ પંપ પર જતા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્શોને ટપોરતા આ શખ્શો પેટ્રોલપંપ માલિકને માર મારી લુંટ ચલાવી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. તે આરોપીઓને તાજેતરમાં જ LCBએ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. ત્યારે આજે વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા બુકાનીધારી ૪ શખ્શો નવા પ્લોટ વિસ્તારમાં દેખા દેતા ગામના જાગૃત નાગરીકે તત્કાલ પાડોશીને ફોન કરી ગ્રામજનો બહાર નિકળતા આ બુકાનીધારીઓ અંધારામાં જ ગાયબ થઈ જતા જાગૃત નાગરીકે ટંકારા પોલિસને ટેલિફોનિક જાણ કરી હતી. આથી, પોલિસની પીસીઆર વાન નવા પ્લોટ વિસ્તારના ચોકમાં જ આવી પહોચી તપાસ આદરી હતી. પણ નિશાચરો અંધારામાં જ ગાયબ થઈને જતા રહ્યા હતા. વધુમાં, ગ્રામજનોને ટંકારા પોલિસ દ્વારા જણાવ્યું હતું કે આવા કોઈ અજાણ્યા શખ્શો જોવા મળે તો તત્કાલ પોલીસ સ્ટેશને જાણ કરશો. જેથી, ગામમાં કોઈ અઘટીત ઘટના બનતા અટકી શકે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate