મોરબી : મોરબી શહેરમાં ત્રણ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ કેસના ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર કુબેરનગર પાસે નવઘણ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરા (ઉ.વ. 20, રહે. મોરબી, હાઉસિંગ બોર્ડ)ને ગેરકાયદે વિદેશી દારૂ બોટલ નંગ 2 (કી.રૂ. 600) સાથે પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ મોરબીના રેલ્વે સ્ટેશનની સામે પ્રતીકભાઇ સુરેશભાઇ ત્રીવેદી (ઉ.વ. 19, રહે. મોરબી, નવલખી રોડ)ને પણ ગેરકાયદે વિદેશી દારૂ બોટલ નંગ 2 (કી.રૂ. 600) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઇન્દિરા નગરમાં નળીયાના કારખાના પાસે ગેરકાયદે વિદેશી દારૂના ચપલા નંગ 2 (કી.રૂ. 240) સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી હુસેનભાઇ હાજીભાઇ કટીયા (ઉ.વ. 20, રહે. ઇન્દિરા નગર) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate