મોરબી : મોરબીમાં હાઇવે પર બાવળની વાડમાં છુપાવેલ કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં પોલીસે એક આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ગઈકાલે તા. 5ના રોજ મોરબીના શોભેશ્વર રોડથી હાઇવે રોડ વચ્ચે આવેલ અવાવરૂ જગ્યાએ બાવળની વાડમાં કેફી પ્રવાહી બાચકા નંગ 10, જેમાં પાંચ લીટરની ક્ષમતાવાળી પ્લા.ની કોથળીઓ નંગ 60માં કુલ કેફી પ્રવાહી પીણુ લીટર 300 (કિં.રૂ. 6000) ગેરકાયદે વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. આ મુદામાલને પોલીસે કબ્જે કર્યો છે. તેમજ આરોપી રવી હેમતભાઇ કુવરીયા (ઉ.વ. 24, રહે. ત્રાજપર, હાલ રહે. વાવડી રોડ) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate