મોરબી : કોરોનાના કારણે છેલ્લા છ માસથી રાત્રીના સમયે ઉભા રહેતા લારીવાળાની રોજી રોટી બંધ હોય તો માનવતાના ધોરણે તેને રાત્રીના સમયે વેપાર-ધંધા કરવાની છૂટ આપવા બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા મોરબીના પોલીસ વડા એસ. આર. ઓડેદરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબીના નહેરૂ ગેઈટ ચોકમાં રાત્રીના સમયે લારીઓ રાખી રોજી-રોટી કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા આ લારીવાળાના છેલ્લા છ માસથી ધંધા-રોજગાર બંધ છે. આથી, કુટુંબનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે. આ લારીવાળા રાત્રીના સમયે 8 થી 11 વાગ્યા દરમિયાન નહેરૂ ગેઈટ ચોકમાં લારી ઉભી રાખી જુદા જુદા વ્યવસાય જેવા કે પુરી-શાક-ગાંઠીયા, તલની સાની તેમજ ગરમ દુધ, કોલ્ડ્રીકસ, આઈસ્ક્રીમ, તથા ચીકી પાક સહિતના અનેક નાના-મોટા ધંધાર્થીઓની આશરે પંદરથી વીસ લારીઓ વાળા રાત્રીના સમયે ચોકમાં પોતાનો વ્યવસાય કરે છે. પરંતુ હાલમાં છેલ્લા છ માસથી આ તમામ લારીઓ વાળાનો ધંધો રોજગાર બંધ છે. તેના કારણે તેનું કુટુંબની ગુજરાન ચલાવવું ખૂબ જ કઠિન બની ગયું છે. અને કોરોનાના કારણે અનેક ધંધા ઠપ્પ છે ત્યારે આ લોકો અન્ય બીજો કોઈ વ્યવસાય કરી શકે તેમ નથી. તો સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે રીતે અને માનવતાની રૂએ અને આ લોકોનું કુટુંબનું ગુજરાન ફરી શરૂ થાય અને આ લોકોના કુંટુંબનો જીવન નિર્વાહ ચાલી શકે તે હેતુથી લારીવાળા ધંધાર્થીઓને લારીઓ ચાલુ કરવા દેવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate