મોરબી : દેશભરમાં હાલ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં એક યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, હત્યા અને ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપવાને બદલે યુવતીનો મૃતદેહ પરીવારની મરજી વિરુદ્ધ અગ્નિ દાહ કરવાની ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઠેર-ઠેર રાજકીય પક્ષ, સામાજિક સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, કચ્છના રાપરમાં એક એડવોકેટની હત્યાના એમ બન્ને ઘટનાના વિરોધમાં આજે મોરબીના સ્વયં સૈનિક દળ દ્વારા નહેરૂ ગેટ ચોક ખાતે પોસ્ટર સાથે સવારે 11થી સાંજે 5 સુધી ઉભા રહી મૌન વિરોધ કરવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate