એક શખ્સ સામે હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં વેચાતી લીધેલી રીક્ષાના બાકી પૈસાની ઉઘરાણી મામલે યુવાનને એક શખ્સે માર મારી રિક્ષામાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને આરોપી સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી લીલાપર રોડ રામાપીરના મંદિર પાસે કાળીપાટમાં રહેતા રોહિતભાઇ પ્રવિણભાઇ મુછડીયા (ઉ.વ.૨૦) એ આરોપી ઇકબાલભાઇ રજાકભાઇ કાસમાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૪ના રોજ ફરીયાદીએ ઇમરાનભાઇને પોતાની રીક્ષા વેચેલ હોય જેના રૂ.૬૦૦૦ લેવાના બાકી હોય. જેથી, કાગળો ફરીયાદી પાસે હોય અને આરોપીના ભાઇએ આ રીક્ષા લીધેલ હોય. જેથી, ફરીયાદી પાસે કાગળો માંગતા ફરીયાદીએ પોતાના પૈસા આપીને કાગળો લઇ જવાનુ કહેતા આરોપીને સારૂ નહિ લાગતા ફરીયાદીને ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કરી લોખંડના પાઇપથી બન્ને પગમા મુંઢ ઇજા કરી ફરિયાદીની સી.એન.જી. રીક્ષામા કાચ તોડી નુકશાન કર્યું હતું. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate