મોરબી : હાલ પરસોતમ માસ ચાલી રહ્યો છે. લોકો પરસોતમ ભગવાનને રીઝવવા તેની પૂજા અર્ચના કરી ભોગ ધરાવતા હોય છે. ત્યારે મોરબીના ગ્રીન ચોક ખાતે સાંકડી શેરી ગોપી મંડળ દ્વારા પરસોતમ માસ નિમિતે વિશિષ્ટ અન્નકૂટ ભોગનું ગઈકાલે આયોજન કરવામા આવ્યું હતું.