ક્રૂડ તેલમાં મામૂલી ઘટાડો, પ્રથમ સત્રમાં રૂ.૧૩,૧૭૫ કરોડનું ટર્નઓવર : કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૩,૦૭૦ સોદામાં રૂ.૧૩,૧૭૫.૫૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧૩ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૬૭ ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું, જ્યારે એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં મામૂલી ઘટાડા સામે નેચરલ ગેસ સુધરી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. દરમિયાન, કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સનો ઓક્ટોબર વાયદો ૧૫,૪૦૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૪૧૦ અને નીચામાં ૧૫,૩૦૯ બોલાઈ, ૧૦૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૭૨ પોઈન્ટ ઘટી ૧૫,૩૯૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં ૯૮૪ સોદાઓમાં કુલ રૂ.૮૭.૩૨ કરોડનાં ૧,૧૩૭ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ ૫૧૨ લોટ્સના સ્તરે રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૧૧૮૬ સોદાઓમાં રૂ.૬૪૮૯.૬૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૬૦૦ અને નીચામાં રૂ.૫૦૧૦૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૩ ઘટીને રૂ.૫૦૧૫૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૪ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૫૭૭ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૦૧ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨ ઘટીને બંધમાં રૂ.૫૦૩૦૩ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૦૭૩૭ ખૂલી, ઊપરમાં રૂ.૬૧૧૪૯ અને નીચામાં રૂ.૬૦૨૫૯ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૭ ઘટીને રૂ.૬૦૮૭૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૨૮૦ ઘટીને રૂ.૬૦૮૭૬ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૨૬૦ ઘટીને રૂ.૬૦૮૭૯ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૪૫૧૬ સોદાઓમાં રૂ.૩૦૮૨.૫૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૭૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૪૪ અને નીચામાં રૂ.૨૭૬૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧ ઘટીને રૂ.૨૮૩૬ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૦૯૨ સોદાઓમાં કુલ રૂ.૨૧૮.૧૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૮૨૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૨૭૦ અને નીચામાં રૂ.૧૮૦૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૦ ઘટીને રૂ.૧૮૧૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૫૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૧ ઘટીને બંધમાં રૂ.૭૫૨.૭ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૩૬ ખૂલી, ઊપરમાં રૂ.૯૩૯ અને નીચામાં રૂ.૯૩૨.૬ રહી, અંતે રૂ.૯૩૫.૬ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૪૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૪૧ અને નીચામાં રૂ.૧૦૩૩ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ ઘટીને રૂ.૧૦૩૫.૫૦ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૯૨૯ સોદાઓમાં કુલ રૂ.૩૩૮૬.૦૦ કરોડ ની કીમતનાં ૬૭૪૭.૩૧૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૯૨૫૭ સોદાઓમાં કુલ રૂ.૩૧૦૩.૫૯ કરોડ ની કીમતનાં ૫૧૧.૨૭૯ ટન, ક્રૂડ તેલમાં ૨૩૭૬૭ સોદાઓમાં રૂ.૧૦૪૩.૩૩ કરોડનાં ૩૭૨૮૫૦૦ બેરલ્સ, કોટનમાં ૧૪૮ સોદાઓમાં રૂ.૯.૩૩ કરોડનાં ૫૧૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૮૫૯ સોદાઓમાં રૂ.૨૦૨.૪૨ કરોડનાં ૨૬૯૭૦ ટન, મેન્થા તેલમાં ૫૭ સોદાઓમાં રૂ.૫.૮૬ કરોડનાં ૬૨.૬૪ ટન, કપાસમાં ૨૮ સોદાઓમાં રૂ.૫૮.૦૮ લાખનાં ૧૧૨ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૬૯૦.૧૦૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૩.૫૨૬ ટન, ક્રૂડ તેલમાં ૩૬૪૪ બેરલ્સ, કોટનમાં ૨૮૧૭૫ ગાંસડી, સીપીઓમાં ૬૮૬૩૦ ટન, મેન્થા તેલમાં ૧૩૭.૧૬ ટન અને કપાસમાં ૪૪૪ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૮૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૭૭ અને નીચામાં રૂ.૧૨૫૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૪૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૪ અને નીચામાં રૂ.૧૦૮૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૧૧ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૨૪૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૯૯ અને નીચામાં રૂ.૧૨૪૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૫૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૩૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૨૦ અને નીચામાં રૂ.૧૧૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૭૪.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૨.૪ અને નીચામાં રૂ.૬૭.૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૯.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૧.૯ અને નીચામાં રૂ.૧૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૫.૧ બંધ રહ્યો હતો.