મોરબી : ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક યુવતી સાથે ગામના કેટલાક શખ્સ દ્વારા કથિત સામુહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધના ઠેરઠેર પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને દોષીતોને સજા આપી પીડિત પરીવારને ન્યાય આપવા માગણી કરવામાં આવી રહી છે.ત્યારે મોરબી જિલ્લાના કોંગ્રેસના અનુ.જાતિના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પીડિત પરિવારને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી. આ તકે મોરબી કોંગ્રેસના લીગલ સેલના અધ્યક્ષ દીપકપરમાર,મોરબી જિલ્લા કોંગ્રેસ અનુ. જાતિના અધ્યક્ષ બળવંત વોરા,મોરબી પાલિકાના કાઉન્સિલર રવજીભાઈ સોલંકી અને મોરબીમલ તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઈ,અશ્વિનભાઈ સહિતના જોડાયા હતા.