મોરબી : હાલમાં આઈપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે સીરામીક નગરી મોરબીમાં પણ આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવાનું દુષણ વધી રહ્યું છે. આથી, પોલીસે મોરબીમાં બે સ્થળે આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે તા.૩૦ ના રોજ બાતમીના આધારે મોરબીના શનાળા રોડ પર સત્યમ પાન વાળી શેરી, ઓમ શાંતી ઇગ્લીશ મીડીયમ સ્કુલ વાળી શેરીમાં આવેલા મકાનમાં દોરડો પાડ્યો હતો અને આરોપીએ પોતાના રહેણાક મકાને મોબાઇલમાં લાઇવ સ્કોર જોઇ હાલમાં ચાલી રહેલ આઇ.પી.એલ ૨૦૨૦ના કોલકાતા નાઇટ રાઇડર તથા રાજસ્થાન રોયલની ટીમો વચ્ચે ચાલુ મેચ દરમ્યાન મેચની હારજીતનો જુગાર રમતો હોવાથી આ આરોપી આનંદભાઇ જનકભાઇ પંડયાને ક્રિકેટ સટ્ટાનું સાહિત્ય, મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂ. ૫૦૦ તથા રોકડ રૂ. ૭૦૦૦ મળો કુલ મુદામાલ રૂપીયા ૭૫૦૦ સાથે ઝડપી લીધો હતો. તેમજ બીજા ક્રિકેટ સટ્ટાના દોરડામાં એલસીબીએ મોરબીના નવા બસ સ્ટેન્ડ, દેવ પાનની બાજુમાં જાહેરમાં તાજેતરમા ચાલતી IPL T-20 ક્રિકેટ સિરીઝ KKR તથા RR વચ્ચે રમાતી ક્રિકેટ મેચનુ પ્રસાર જાહેરમાં પોતાના મોબાઇલ ફોનના લાઇવ લાઇન’ ઉપર નિહાળી મોબાઇલ ફોન દ્વારા બીજા આરોપી આરોપીએ આપેલા બેટેક્સ આઇ.ડી ઉપર મેચની હારજીત તથા રન ફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા વિશાલ રાજેશભાઇ રાજદેવને મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦૦ તથા રોકડા રૂપિયા ૭૫૦ મળી કુલ કી.રૂ.૫૭૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ બીજા આરોપી કિશનભાઇ જશાભાઇ કાનગડને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate