મોરબી : મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી પોર્ટથી ઓવરલોડ કોલસો ભરીને નીકળતા ભારે વાહનોથી લોકોને હાનિ પહોંચતી હોય આ મામલે અનેક રજુઆત કરવા છતાં પણ નક્કર કાર્યવાહી ન કરાતા આજે ગાંધી જયંતિના અવસરે સામાજિક કાર્યકરે નવલખી પોર્ટથી ઓવરલોડ કોલસાના પરિવહનના વિરોધમાં નવલખી પોર્ટ ખાતે જ પ્રતીક ધરણા કર્યા હતા અને નવલખી પોર્ટથી ઓવરલોડ કોલસાનું પરિવહન બંધ કરવાની માંગ કરી છે. માળીયાના મોટા દહીંસરા ગામના સામાજિક કાર્યકર હરેશભાઈ બાલાસરાએ પ્રતીક ધરણા અગાઉ નવલખી પોર્ટ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી કે નવલખી પોર્ટથી ઓવરલોડ કોલ-કાર્ગોનું પરિવહન થઈ રહ્યું છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરીને નવલખીથી મોરબી વચ્ચે ઓવરલોડ કોલ-કાર્ગોનું પરિવહનથી હજારો લોકોને હાનિ પહોંચતી હોવાથી જાહેર હિતની સલામતીને ધ્યાને લઈને ઓવરલોડ કોલ-કાર્ગોનું પરિવહન બંધ કરવાની માંગ કરી હતી. ઉપરાંત, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખએ અગાઉ જિલ્લા સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ મોરબી તાલુકાના સરપંચોએ રેલી કાઢી હતી. આથી, તંત્રને રેલો આવતા અંતે ગત માર્ચ માસથી નવલખી પોર્ટથી ઓવરલોડ કોલ-કાર્ગોનું પરિવહન બંધ કરી દેવામાં આવ્યું હતું. પણ ફરીથી નવલખી પોર્ટથી ઓવરલોડ કોલ-કાર્ગોનું પરિવહન ચાલુ થઈ જતા આ અંગેની રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા આ સામાજિક કાર્યકરે આજે નવલખી પોર્ટ ખાતે જ પ્રતીક ધરણા કર્યા હતા અને નવલખી પોર્ટથી ઓવરલોડ કોલસાનું પરિવહન બંધ કરવાની માંગ કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate