મોરબી અને હળવદ વાલ્મિકી સમાજ તથા વિહિપ દ્વારા ઉચ્ચકક્ષાએ આવેદન પત્ર અપાયું મોરબી : ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં યુવતી મનીષા સાથે થયેલ સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે મોરબી વાલ્મિકી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને તેમજ હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના યુવાનોએ સંયુક્ત રીતે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આ તકે મોરબી જિલ્લા દલિત વાલ્મિકી સમાજના રાજન પુરબીયા, કુલદીપ ચાવડા, પ્રદીપભાઈ વાઘેલા તથા ગૌતમભાઈ વાણીયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ગઈકાલે સાંજે હળવદ શહેરના ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે સ્વ. મનીષાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતુ અને હાજર સર્વે યુવાનોએ આ માનવતાને લજવે તેવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સાથે સાથે તાજેતરમાં દેશના વિવિધ વિસ્તાર રાજસ્થાન, અલવર, મેરઠ અને બલરામપુરમાં બનેલી દુષ્કર્મની ઘટનાને પણ સખત શબ્દોમાં વખોડી અને બળાત્કારીઓને કડકમાં કડક અને મૃત્યુદંડની સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate