વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ગત રાત્રીના સુમારે બીલ વગરના 39 બેરલ કેમિકલ ભરેલો શંકાસ્પદ કેમિકલનો ટ્રક ઝડપી પાડી ડ્રાઈવરની વધુ પૂછપરછ હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસે ગત રાત્રીના સુમારે વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી એક શંકાસ્પદ ટ્રક અટકાવી તેની તલાશી લેતા તેમાં 39 બેરલ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. આ ક્યાં પ્રકારનું કેમિકલ છે અને તેનો ઉપયોગ શા માટે થાય છે એ પ્રાથમિક તબક્કે જાણી શકાયું નથી. GJ 16 W 9332 નંબરના ટ્રકમાં ભરેલા આ કેમિકલના બેરલોનું બીલ ડ્રાયવર પાસે ન હોવાથી મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રહેવાસી ડ્રાઈવર 26 વર્ષીય ભાનુભાઇ મુકેશભાઈ આદિવાસીની હાલ અટકાયત કરવામાં આવી છે. જો કે ડ્રાઈવરના કથન અનુસાર બીલની સોફ્ટ કોપી વોટ્સએપમાં છે, પરંતુ વોટ્સએપ ખુલી ન શકતા શંકાના આધારે પોલીસે હાલ રૂપિયા 5 લાખની અંદાજિત કિંમત ધરાવતું 39 બેરલ કેમિકલ અને ટ્રક કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ. કોન્સ. કે.એન. ઝાલાએ ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate