મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કીંગમાંથી બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટના સંત કબીર રોડ, નંદુબાગ સોસાયટી, સંસ્કાર સ્કુલની બાજુમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા જયદીપભાઇ લક્ષમણભાઇ ઘેટીયા (ઉ.વ.૨૫)એ ગત તા.૧૩ ના રોજ પોતાનું GJ 03 FC 5291નું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જુના બસ સ્ટેન્ડ પાર્કીંગમાં પાર્ક કર્યું હતું. એ દરમ્યાન અજાણ્યો શખ્સ આ બાઇકની ચોરી કરી ગયો હતો. ફરીયાદી મોટર સાયકલની ઘરમેળે શોધખોળ કરી હતી પણ આજદીન સુધી મોટર સાયકલ મળી આવેલ ન હોય આ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate