માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા નજીક ડમ્પરચાલકે હડફેટે લેતા બાઇકસવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અને એક વ્યક્તિને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત તા. 18ના રોજ મોટા દહીંસરા નજીક અજાણ્યા ડમ્પરચાલકે બાઇકસવાર કનુભાઈ અને તેના મિત્ર ખીમાભાઇ મોટા દહીંસરા ગામ નજીક મેલડી માતાજીના મંદિર પાસે હડફેટે લેતા બંનેને ઈજા પહોચી હતી. કનુભાઈ ગંભીર રીતે ઘવાતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં પોલીસે ડમ્પરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate