મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે મોરબી તાલુકાના મોડપર ગામે જાહેરમાં જુગાર રમતા ચારને ઝડપી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના મોડપર ગામમા આવેલ રામજી મંદિર નજીકની શેરીમા જુગાર રમતા મામદભાઇ ઉર્ફે કાળુભાઇ ગગુભાઇ સુમરા, કિશોરભાઇ રૂગ્નાથભાઇ અઘારા, નાનજીભઇ પાલાભાઇ બડઘા, મણીલાલ ઉર્ફે બાલાભાઇ માધવજીભાઇ કુંડારીયાને રોકડા રૂ. ૧૬,૧૭૦ તથા કુલ મોબાઇલ ફોન નંગ-૪ (કિ.રૂ. ૬,૦૦૦) તથા સ્પ્લેન્ડર પ્લસ બાઈક (કિ.રૂ. ૧૫,૦૦૦) મળી કુલ રૂ. ૩૭,૧૭૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate